અખાત્રીજ એટલે વણજોયું મુહર્ત.અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર માટે પણ આ દિવસ અતિ મહત્વનો છે કારણકે અખાત્રીજના દિનથી રથયાત્રાની તૈયારીઓ શરુ કરવામા આવે છે.
અક્ષય તૃતિયાએ ચંદન યાત્રા એટલે રથનું પૂજન
અક્ષય તૃતિયાએ ચંદન યાત્રા એટલે રથનું પૂજન કરવમાં આવે છે.આગામી 30 એપ્રિલના રોજ અખાત્રીજ હોવાથી મંદિર દ્વારા ચંદન યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે રથની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. અખાત્રીજના દિવસે સવારે 8.૩૦ દરમિયાન રથનુ પૂજન કરવામા આવશે.
30 એપ્રિલના રોજ અખાત્રીજ
ચંદન યાત્રામાં ભગવાન જગદીશ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે જે રથમાં નગર ચર્યાએ નીકળે છે તે રથનું ખાસ પૂજન કરવામાં આવે છે.આ પૂજનમા ચંદનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેને ચંદન યાત્રા પણ કહેવામા આવે છે.