
અમદાવાદની ફી નિર્ધારણ કમિટીએ શહેરની ખાનગી સ્કૂલોમાં ફી વધારો કર્યો છે. ફી કમિટી દ્વારા જે શાળાઓની ફાઈનલ ફી નક્કી કરી છે, તેમાં સરેરાશ 5થી 7 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમુક શાળાઓને 10 ટકા સુધીનો વધારો પણ મળ્યો છે. ફી કમિટીએ 3 હજારથી લઇને 12 હજાર રુપિયા સુધીનો વિવિધ સ્કૂલોમાં વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદ ઈન્ટર. સ્કૂલ રૂ. 1.08 લાખ રૂ. 1.20 લાખ રૂ. 12 હજાર |
એપોલો ઈન્ટર. સ્કૂલ રૂ. 99 હજાર રૂ. 1.04 લાખ રૂ. 5 હજાર |
ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ રૂ. 91 હજાર રૂ. 95 હજાર રૂ. 4 હજાર |
આનંદ નિકેતન સ્કૂલ રૂ. 83 હજાર રૂ. 91 હજાર રૂ. 8 હજાર |
ડીપીએસ બોપલ રૂ. 80 હજાર રૂ. 84 હજાર રૂ. 4 હજાર |
એસ.એચ. ખારાવાલા સ્કૂલ રૂ. 32 હજાર રૂ. 35 હજાર રૂ. 3 હજાર |
શિવ આશિષ સ્કૂલ રૂ. 57500 રૂ. 61 હજાર રૂ. 3.5 હજાર |
કે.એન. પટેલ સ્કૂલ રૂ. 77 હજાર રૂ. 81 હજાર રૂ. 4 હજાર |
સંત કબીર સ્કૂલ રૂ. 95400 રૂ. 97900 રૂ. 2.5 હજાર |
એચ.બી. કાપડિયા સ્કૂલ રૂ. 57 હજાર રૂ. 60 હજાર રૂ. 3 હજાર |
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલનો 12 હજારનો ફી વધારો મંજૂર
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલનો 12 હજારનો ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તો અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓએ વધુ 12 હજાર રૂપિયા ચૂકવવા પડશે, કુલ ફી 1.20 લાખને આંબી જશે. ફી વધારા બાદ વાલીઓ પર આર્થિક બોજ ઝીંકવામાં આવ્યો છે. ફી વધારાને લઈને વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
શિવ આશિષ સ્કૂલ, કે.એન. પટેલ સ્કૂલ, સંત કબીર સ્કૂલ અને એચ.બી. કાપડિયાની ફીમાં વધારો
શહેરની અન્ય શાળાઓમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. શહેરની શિવ આશિષ સ્કૂલ, કે.એન. પટેલ સ્કૂલ, સંત કબીર સ્કૂલ અને એચ.બી. કાપડિયા સ્કૂલની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદ ઝોનની ફી કમિટીમાં સભ્યો ન હોવાના લીધે ફીની કામગીરી અટકી પડી હતી.