
Ahmedabad news: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં સીલિંગની કાર્યવાહી ચાલતી હોય છે. પરંતુ બોડકદેવ વિસ્તારમાં સોલિડ વેસ્ટ વિભાગની આવી કાર્યવાહી પર સવાલ ઉઠયા છે. એક પાલન પાર્લર પર પહેલા સીલ મારવામાં આવ્યું ત્યારબાદ સફાઈ કર્મચારીને આદેશ આપી ત્યાં કચરો ઠાલવવામાં આવ્યો જે અંગે એએમસીની આવી બનાવટી અને ફેક કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પહેલા જે-તે એકમને સીલ મારવાનું પછી ત્યાં કચરો નાખવાનો જેથી તંત્ર બાદમાં દંડ વસૂલી શકે. શું આ રીતે નાગરિકોને પરેશાન કરી ટાર્ગેટ પૂરા કરવામાં આવશે?
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદમાં એએસી તંત્ર દ્વારા જુદાજુદા વિસ્તારમાં કચરો અને બીજી બાબતોને લઈ સીલિંગની કાર્યવાહી હાથ ધરતી હોય છે. પરંતુ એક સીસીટીવી સામે આવ્યા બાદ એએમસીની આવી ફેક કાર્યવાહીની સાવ પોલ ખુલ્લી પડી ગઈ છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં બોડકદેવ વિસ્તારમાં એએમસી તંત્રની ફેક સીલિંગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે, સીસીટીવી કેમેરામાં એક સફાઈ કર્મી પાન પાર્લરે કચરો વીણીને ત્યાં ઢગલો નાખી રહ્યો છે. જેથી તેની કાર્યવાહી નક્કર ગણી શકાય. પહેલા એકમને સીલ મારવાનું પછી ત્યાં કચરો નાખવાની કામગીરી સામે આવી છે. પાન પાર્લરના એકમને સીલ માર્યા પછી ત્યાં સફાઈ કર્મચારીને ઓર્ડર આપી કચરો ઠાલવવામાં આવ્યો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેથી સ્વચ્છ ભારત મિશનમાં આ પ્રકારે ખોટી કાર્યવાહી કરી નંબર મળી જશે? આવી ખોટી કાર્યવાહી કરી નાગરિકોને સોલિડ વેસ્ટ વિભાગ શા માટે હેરાન કરી રહ્યું છે. ફેક સીલિંગની કાર્યવાહી બદલ AMC સત્તાધીશો આવા અધિકારી પર કરશે કાર્યવાહી?. અધિકારીઓની મનમાનીથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.