
અમદાવાદ-સુરતમાં યોજાનારા સમય રૈનાના શોને રદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા ગોટ લેટેન્ટ શોમાં થયેલા વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.17 માર્ચ અને 27 માર્ટે સમય રૈનાનો શો ગુજરાતમાં બે સ્થળો પર યોજાવાનો હતો.
શું છે 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શો?
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો સમય રૈનાનો છે. તે એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને આ શોનો હોસ્ટ છે.આ શો યુ ટ્યુબ પર સ્ટ્રીમ કરવામાં આવે છે. આ એક કોમેડી શો છે જેમાં કંટેસ્ટન્ટને 90 સેકન્ડની અંદર પોતાનું ટેલેન્ટ બતાવવાનું હોય છે. ખાસ વાત આ છે કે આ શોમાં કંટેસ્ટન્ટ પરફોર્મન્સ બાદ પોતાનો સ્કોર કરે છે, જેને કંટેસ્ટન્ટનો સ્કોર જ્યુરીના સ્કોર સાથે મેળ ખાય છે તે શોને જીતી જાય છે. આ શો પેડ ફોર્મેટમાં છે, એટલે કે તેના એપિસોડ્સ જોવા માટે પૈસા ચુકવવા પડે છે.
કેમ ઉભો થયો વિવાદ?
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં સ્ટ્રીમ થયેલા તેના એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, આશીષ ચંચલાની અને અપૂર્વા મખીજાએ હાજરી આપી હતી. શોમાં એક કંટેસ્ટન્ટને તેના પ્રદર્શન બાદ રણવીર અલ્હાબાદિયાએ પેરેન્ટ્સને લઇને આપત્તિજનક સવાલ પૂછ્યો હતો જેના પર વિવાદ ઉભો થયો હતો. રણવીર એક ફિમેલ કંટેસ્ટન્ટને અશોભનીય ઓફર પણ આપે છે. આટલું જ નહીં, શોના જજમાં એકમાત્ર મહિલા અપૂર્વા મખીજા પણ અશ્લીલ કોમેન્ટ કરે છે. સોશિયલ મીડિયા પર આ શોની વીડિયો ક્લિપ્સને શેર કરતા લોકો ગુસ્સો વ્યક્ત કરે છે. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના શોના વીડિયો સામે આવ્યા બાદ શોની સાથે સાથે તેની જ્યુરી પણ વિવાદમાં આવી ગઇ છે અને તેને બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે.