
Ahmedabad Plane Crash News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મધ્ય ઝોન અને ત્રણ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા દુર્ઘટના સ્થળે જરૂરીયાત મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગના એક સીએફઓ, એક DO, એક સ્ટેશન ઓફિસર તથા 12 ફાયરમેન સાથે બે ફાયર ટેન્ડર સ્થળ પર ઉપસ્થિત હતા, જેમના દ્વારા મેસ બિલ્ડીંગમાં ફસાયેલ માનવ અંગોને નિકાળી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ તરફથી ઍક ડેપ્યુટી ટીડીઓ, એક આસિસ્ટન્ટ ટીડીઓ, ચાર સબ ઇન્સ્પેક્ટર તથા 20 મજૂરો સાથે 50 ટન અને ૬૦ ટનની હેવી ડ્યુટી ક્રેનનો ઉપયોગ કરી એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ સાથે રહી મેસ બિલ્ડિંગમાં ફસાયેલ વિમાનની ટેઈલને તથા લેન્ડિંગ ગીયરને સફળતાપૂર્વક બિલ્ડીંગ પરથી ઉતારી લેવામાં આવ્યા છે.
ઇજનેર વિભાગમાંથી એડિશનલ સીટી એન્જિનિયર, ડેપ્યુટી સીટી એન્જિનિયર, એક આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર અને 10 આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે 50 મજૂરોની ટીમ દ્વારા એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમ સાથે રહી તેમની સૂચના મુજબ સ્થળ ઉપર કામગીરી કરી હતી.
મધ્ય ઝોન સોલીડ વેસ્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, સેનેટરી સુપ્રિટેન્ડેન્ટ, એસએસઆઈ અને 10 મજૂરો મારફતે વિસ્તારમાં સફાઈની જાળવણી કરી છે.
સદર દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૈકી અમદાવાદ શહેરના મૃતકો માટે DNA રિપોર્ટ, પોલીસ કાર્યવાહીનો રિપોર્ટ તથા ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ કર્યા બાદ તેમના નિવાસસ્થાન સુધી લઈ જવા માટે ૩૫ ડ્રેડીકેટેડ એમ્બ્યુલન્સ વાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
મૃતકોની અંતિમવિધિ માટે તમામ સ્મશાન ગૃહોમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોર્પોરેશન દ્વારા આ માટે નોડલ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી છે. DNA રિપોર્ટ અને જરૂરી પુરાવાના આધારે મૃતક પરિવારને ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા જરૂરી તમામ કાર્યવાહી જન્મ મરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.