
Summer Vacation: રાજ્યમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયાને અઠવાડિયા ઉપર સમય થવા આવ્યો છે. આ ઉપરાંત શાળાઓમાં મોટાભાગની પરીક્ષાઓ પૂર્ણ થતા હવે શાળાઓમાં વેકેશન છે. જેથી હવે બહાર ફરવા જવાની મોટાભાગના લોકોએ તૈયારીઓ કરી દીધી છે. વેકેશનને લીધે ટ્રેની ટિકિટ અને રિઝર્વેશન ફુલ સ્થિતિમાં છે. ઉત્તર ભારત જતી ટ્રેનોમાં રિઝર્વેશન ઉપલબ્ધ નથી. અમદાવાદથી પટણા, ગુવાહાટી એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં જગ્યા નથી. મોટાભાગની ટ્રેનોમાં વેઈટિંગ 200 ઉપર દર્શાવે છે.
ઉત્તર ભારત જતી ટ્રેનોમાં રિઝર્વેશન ફુલ
આગ્રા કેન્ટ, અસારવા કાનપુર સેન્ટ્રલ, મુંબઈ સેન્ટ્રલ કટિહાર, ભાવનગર ટર્મિનલ હૈદરાબાદ,બાંદ્રા ભગત કી કોઠી બાંદ્રા ટાર્મિનલ બિકાનેર એક્સપ્રેસ, સાબરમતી હરિદ્વાર જેવી સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી છે. વેકેશનમાં સુરતના ઉધના સહિતના સ્ટેશન ઉપર CRPFની ટીમ તૈનાત કરવામાં આવશે. ભીડને કાબૂમાં રાખી શિસ્તબંધ લાઈન ગોઠવવામાં આવશે, જેથી બીજા પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે અને કોઈ નાસભાગ ન મચે.