
અમદાવાદ હીરાવાડી ખાતે ધામધૂમપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. હીરાવાડી બજરંગ આશ્રમ ખાતેથી ભગવાન શિવ અને માંગોરીની શિવયાત્રા યોજાઈ હતી. આ શિવયાત્રામાં મહાદેવ અને ગોરી માતાની ઝાખી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાબા શિવશક્તિ હીરાવાડી મંદિર ટ્રસ્ટ દ્વારા આ શિવ યાત્રા યોજાઈ હતી.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દર વર્ષે ધામ ધૂમ પૂર્વક શિવ યાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ શિવ યાત્રા યોજાઈ હતી. આ શિવ યાત્રામાં હીરાવાડી શિવશક્તિ મંદિરથી લઈને બજરંગ આશ્રમના શિવ ભક્તો શિવજીની જાનમાં જોડાયા હતા.
મહાશિવરાત્રી હિન્દૂ સનાતન ધર્મમાં એક અનેરું મહત્વ હોય છે ત્યારે આજના દિવસે ભગવાન શિવની લગ્ન થઈ હતી. આજ રીતે ત્યારથી અત્યાર સુધી મહાશિવરાત્રીને પર્વને ધામધૂમપૂર્વક ઉજવે છે. આજની આ શિવ યાત્રામાં 4 હજારથી વધારે શિવ ભક્તો જોડાયા હતા અને શિવયાત્રામાં ગુલાબના પુષ્પ અર્પણ કરી આ યાત્રામાં સહભાગી થયા હતા.
હીરાવાડી ખાતે નિકડનારી આ યાત્રા હીરાવાડી શિવશક્તિ મંદિરના સ્વંય સેવકો દ્વારા કાઢવામાં આવી હતી. હીરાવાડી શિવશક્તિ મંદિરમાં શિવરાત્રી પર્વને લઈને વહેલી સવારથી જ ભક્તોની દર્શન કરવા ઉમટી પડી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ પોલીસ ઓફિસર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરુણ બારોટ સાથેમાં ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડિયા કાર્યક્રમમાં જોડાયા હતા.