
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાંમાં ડ્રગ્સનો વેપલો ફાટી નીકળ્યો છે. અવાર નવાર ડ્રગ્સ માલકી આવવાના સામાચાર જાણે સામાન્ય બન્યા છે. તેવામાં SOG દ્વારા ડ્રગ્સના જથ્થા સાથે વ્યક્તની ધરપકડ કરવામાં આવી છે.
શહેરના VS હોસ્પિટલની પાછળના ભાગમાં જાહેરમાં ડ્રગ્સનો સોદો કરતાં વ્યક્તિને SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જુહાપુરાના ફરહાન ઉર્ફે મીઠી પઠાણની ડ્રગ્સ સાથે SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 1.30 લાખથી વધુની કિંમતનો 13.80 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ મળી કુલ 1.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.