
બોટાદ SOG પોલીસે શહેરમાંથી સુકા ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. બોટાદ શહેરમાં તાજપર સર્કલ પાસે આવેલા પંચ પરની દરગાની બાજુમાં મકાનમાંથી સૂકો ગાંજો ઝડપાયો હતો. બોટાદ SOGના PI જાડેજાને મળેલી બાતમીના આધારે રેડ કરતાં સૂકા ગાંજાનો મોટો જથ્થો મળી આવતો હતો
પોલીસને મળેલી બાતમીને મકાનમાં તપાસ કરતા 15.65 કિ. ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. SOG પોલીસે ગાંજો લાવનાર મહિલા શહેનાજબેન ફારૂકભાઈ કાજીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રેડ કરેલા સ્થળ પરથી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન, 1800 રોકડા અને વજન કાંટો મળી કુલ રૂ. 1,68,400 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.