Home / Gujarat / Ahmedabad : SOG nabs 2 fake policemen during patrol

Ahmedabadમાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 2 નકલી પોલીસકર્મીને ઝડપી પાડ્યા

Ahmedabadમાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 2 નકલી પોલીસકર્મીને ઝડપી પાડ્યા

Ahmedabad News: આગામી દિવસોમાં અમદાવાદમાં રથયાત્રાનો તહેવાર હોવાથી પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરી ગુનેગારોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં અમદાવાદ શહેર એસઓજીની ટીમ જ્યારે આ કામ કરી રહી હતી ત્યારે તેઓને એસઓજીનાં બે નકલી પોલીસકર્મીઓ સાથે સામનો થઈ ગયો, તે બંને પોલીસકર્મીઓની તપાસ કરતા અસલ જેવું જ આઈકાર્ડ હતું, જોકે બાદમાં બંનેનો ભાંડો ફુટી જતા ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

SOG ટીમને પેટ્રોલિંગ કરતી વખતે બાતમી મળી

અમદાવાદ શહેરની એસઓજી પોલીસે નયન દિનેશભાઈ પરમાર અને ગૌરાંગ જીવણભાઈ ભીલ નામના નકલી પોલીસકર્મીઓની નારોલમાંથી ધરપકડ કરી હતી. એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે બે શખ્સો પોલીસનાં બનાવટી આઈકાર્ડ સાથે નારોલમાં બાઈક પર ફરી રહ્યા છે, જેથી બંનેને પકડી તપાસ કરતા તેઓની પાસેથી એસઓજીમાં હેડ કોન્સ્ટેબલનાં હોદ્દા પર હોય તેવા આઈકાર્ડ પણ મળી આવ્યા છે. તેઓની પુછપરછ કરતા તેઓ પોલીસની નોકરી ન કરતા હોવાની કબૂલાત કરી છે. જેથી ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

5 મહિના પહેલા જ નકલી આઈડી કાર્ડ બનાવડાવ્યા હતા

બંને આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું કે, નયન પરમાર અગાઉ કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો. તેની નોકરી છુટી જતા તેણે પૈસા કમાવવા માટે પોતાનાં મિત્ર ગૌરાંગ ભીલ સાથે મળી નકલી આઈકાર્ડ બનાવડાવ્યા હતા. ગૌરાંગ ભીલ ફોટોગ્રાફીનું કામ કરે છે અને તેના મામા નરેશ પરાડિયા પાસે 5 મહિના પહેલા બનાવડાવ્યું હતું. જે આઈકાર્ડની મદદથી તે અલગ અલગ જગ્યાઓ પર જઈને એસઓજીના પોલીસકર્મી તરીકેની ઓળખ આપી આર્થિક લાભ મેળવતા હતા. જોકે નારોલ વિસ્તારમાં તે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તે પહેલા જ તેઓને અસલી પોલીસે પકડી પાડ્યા હતા.

પકડાયેલા બંને આરોપીઓ પાસે 5 મહિનાથી પોલીસનું આઈકાર્ડ હોવાથી તેનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે અને કેટલા રૂપિયા મેળવ્યા છે તે તપાસ માટેની કામગીરી એસઓજીએ હાથ ધરી છે. આ આરોપીઓ મહિલા બુટલેગરોને ડરાવી ધમકાવી નાની નાની રકમ રોજ પડાવી લેતા હોવાની પણ માહિતી પોલીસને મળી છે.

Related News

Icon