
મુંબઇ 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ Tahawwur Ranaને 18 વર્ષ બાદ અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ ભારત લાવવામાં આવ્યો છે. અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ અમદાવાદ સાથે જોડાયેલ Tahawwur Ranaનું રહસ્ય હવે સામે આવી શકે છે. મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ Tahawwur Rana અમદાવાદ આવ્યો હતો અને તે પોતાની પત્ની સાથે એક હોટલમાં રોકાયો હતો.
મુંબઇ હુમલાના એક અઠવાડિયા પહેલા Tahawwur Rana અમદાવાદ આવ્યો હોવાનો ખુલાસો
મુંબઇ 26/11 હુમલાના એક અઠવાડિયા પહેલા 18-19 નવેમ્બર 2008માં પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક Tahawwur Rana અમદાવાદ આવ્યો હોવાનો ખુલાસો થયો છે. Tahawwur Rana અમદાવાદમાં મીઠાખળીમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો.હોટલના રજિસ્ટ્રારમાં તેની પત્નીના નામે રૂમ પણ બુક કરાવ્યો હતો.જોકે, હજુ સુધી એમ જાણવા મળ્યું નથી કે Tahawwur Rana મુંબઇ હુમલાના એક અઠવાડિયા પહેલા અમદાવાદ કેમ આવ્યો હતો? તપાસ એજન્સીઓ Tahawwur Ranaની પૂછપરછમાં નવા ખુલાસા કરી શકે છે.
કેટલી વખત ભારત આવ્યો હતો Tahawwur Rana?
દસ્તાવેજના પુરાવામાં તપાસ એજન્સીઓ પાસે Tahawwur Rana આઠ વખત ભારત આવવાના પુરાવા છે. સાથે જ તે અમદાવાદ, દિલ્હી, આગ્રા, મુંબઇ અને કોચ્ચી ગયો હતો.જે જગ્યાએ તે રોકાયો હતો તેના પણ પુરાવા હતા જેમાં સૌથી મોટો પુરાવો મુંબઇની તાજ હોટલનો હતો જેમાં હુમલાના કેટલાક દિવસ પહેલા તે રોકાયો હતો. ત્યાં તેને રેકી કરી હતી અને જે જગ્યાની તસવીર ખેચીને તેને આતંકવાદીઓ સુધી પહોંચાડી હતી તે ઇમેલ પણ તપાસ એજન્સીઓના હાથમાં લાગી ચુક્યો હતો. તપાસ એજન્સી તે દસ્તાવેજ પણ શોધી ચુક્યા હતા જેમાં તહવ્વુર રાણા આઠ વખત ભારત આવ્યો તો તેને 231 વખત આ કેસમાં બીજા આરોપી ડેવિડ કોલમેન હેડલી સાથે વાત કરી હતી.
NIAએ Tahawwur Ranaને પૂછ્યા અનેક સવાલ
તપાસ એજન્સીઓના સુત્રો અનુસાર, તહવ્વુર રાણાને NIAએ કસ્ટડીના પ્રથમ દિવસે માત્ર ત્રણ કલાક જ પૂછપરછ કરી હતી. રાણાએ NIAના અધિકારીઓના સવાલનો મોટાભાગનો જવાબ 'ખબર નથી' અથવા 'યાદ નથી' કહીને ટાળી દીધા હતા. NIAના અધિકારીઓને Tahawwur Ranaના જવાબ સંતોષજનક લાગ્યા નહતા. પૂછપરછમાં તહવ્વુરને પરિવાર અને તેના મિત્રો સાથે જોડાયેલા સવાલ પણ પૂછવામાં આવ્યા હતા.જોકે, તેને વારંવાર બીમારીનો હવાલો આપીને પૂછપરછથી બચવાનો પ્રયાસ કર્યો હતો.
NIA Tahawwur Rana પાસેથી જાણવા માંગે છે કે તેનો પાકિસ્તાની હેન્ડલર કોણ હતો? આતંકી ષડયંત્રમાં રાણાને ફંડિંગ કોણ આપતું હતું? સ્લીપર સેલમાં કોણ કોણ લોકો હતા? રાણાના બિઝનેસ પાર્ટનરની પણ તપાસ કરવામાં NIA લાગેલું છે. કારણ કે રાણા ટ્રાવેલ એજન્સીના નામ પર આતંકની ફેક્ટરી ચલાવતો હતો જે દુનિયાના કેટલાક શહેરોમાં ફેલાયેલી હતી. એવામાં તેના પાર્ટનરની ભૂમિકા પણ મહત્ત્વની બની શકે છે.