Home / Gujarat / Ahmedabad : The accident happened in Ahmedabad 38 years ago too

AHMEDAD PLANE CRASH: અમદાવાદમાં 38 વર્ષ પહેલા પણ થઈ હતી દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 133 લોકોના થયા હતા મોત

AHMEDAD PLANE CRASH: અમદાવાદમાં 38 વર્ષ પહેલા પણ થઈ હતી દુર્ઘટના, પ્લેન ક્રેશમાં 133 લોકોના થયા હતા મોત

AHMEDAD PLANE CRASH: અમદાવાદ એરપોર્ટ પર આજથી 37 વર્ષ પૂર્વે પણ આવી જ પ્લેન દુર્ઘટના ઘટી હતી. 19 ઓક્ટોબર 1988ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેસ થઈ હતી.  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 2.54 કિમી દૂર ચિલોડા કોતરપુર ગામની બહારના વિસ્તારમાં નોબલ નગર હાઉસિંગ સોસાયટી નજીક પ્લેન દુર્ઘટના ઘટી હતી. આ ફ્લાઈટમાં 129 મુસાફરો (124 પુખ્ત અને 5 બાળકો) અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 135 લોકો સવાર હતા. આ દુર્ઘટના ભારતીય એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ભયંકર દુર્ઘટના હતી અને તે ભારતના ઇતિહાસમાં ચોથા સૌથી જીવલેણ વિમાન અકસ્માત તરીકે રહી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે વર્ષ 1988માં થયેલી દુર્ઘટનામાં એર ઈન્ડિયાનું વિમાન: બોઈંગ 737-200 (રજિસ્ટ્રેશન: VT-EAH) અમદાવાદથી મુંબઈ જઈ રહ્યું હતું. 19 ઓક્ટોબર 1988, વહેલી સવારે 6.53 કલાકે પ્લેન ક્રેશની ઘટના બની હતી. અમદાવાદ એરપોર્ટથી વિમાન 2,540 મીટર દૂર ખેતરમાં ક્રેશ થયું હતું.  વિઝિબીલિટી નબળી રહેતાં દુર્ઘટના ઘટી હતી. એ સમયે વિઝિબિલીટી 6 કિમીથી ઘટીને 2 કિમી થઈ ગઈ હતી. હવામાનની માહિતી (METAR) પાઈલટને આપવામાં આવી હતી, પરંતુ પાઈલટે લોકલાઈઝર-DME એપ્રોચ દરમિયાન ઊંચાઈનું ધ્યાન ન રાખ્યું. વિમાને રનવેની દૃશ્યતા 500 ફૂટની ઊંચાઈએ ચકાસવાની હતી, પરંતુ પાઈલટે આ નિયમનું પાલન ન કર્યું, જેના કારણે વિમાન ઝાડ અને હાઈ-ટેન્શન વીજળીના થાંભલા સાથે અથડાયું હતું.  

આ દુર્ઘટનામાં 133 લોકોના મોત થયા હતા. જેમાં 6 ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે. ફક્ત બે લોકો બચ્યા હતા: અશોક અગ્રવાલ અને વિનોદ રેવા શંકર ત્રિપાઠી.

૨૦૨૫ અને ૧૯૮૮ વચ્ચે સમાનતાઓ

સ્થાન: બંને અકસ્માતો અમદાવાદ એરપોર્ટ પર અથવા તેની નજીક બન્યા હતા.
અસર: બંને અકસ્માતોમાં મોટી સંખ્યામાં મુસાફરોના જીવ ગયા.
તપાસ: ૧૯૮૮ના અકસ્માત પછી, DGCA અને એરલાઇન્સને ઘણી ભલામણો કરવામાં આવી હતી, ૨૦૨૫ના અકસ્માત પછી DGCA એ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે.
સરકારનો પ્રતિભાવ: બંને ઘટનાઓમાં કેન્દ્ર સરકારે તાત્કાલિક સહાય અને રાહત કામગીરી માટે ટીમો મોકલી હતી.

Related News

Icon