
અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટ ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. સભ્ય સમાજમાં દાખલો બેસે તેવો ચૂકાદો સંભળાવ્યો હતો. વર્ષ 2023માં આરોપીએ પાડોશમાં રહેતી 11 વર્ષની બાળકીને લલચાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ તેને ધમકી આપી હતી કે જો કોઈને કહેશે તો હું તને મારી નાખીશ. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી થઈ હતી.
11 વર્ષની બાળકી સાથે નરાધમે આચર્યું હતું દુષ્કર્મ
ગભરાયેલી બાળકીએ પરિવારને સમગ્ર બાબતની જાણ કરી હતી. પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, ફરિયાદ બાદ આરોપીને પોલીસે આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને જેલના હવાલે કર્યો હતો.
આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સખ્ત સજા
ત્યારબાદ કોર્ટમાં આરોપી દોષિત જાહેર કર્યો હતો. સગીરાના પરિવારે ગર્ભપાત માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. કોર્ટે આ મામલે આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સખ્ત સજા સંભળાવી હતી.