
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજ જાહેર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ સલાયા નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. અહીં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું, રાજ્યની કુલ 68નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.જુદી જુદી 68 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠક પર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયુ હતું.167 બેઠક બિન હરીફ જાહેર થઈ ચૂકી છે. 1677 બેઠક માટે આજે પરિણામ જાહેર થયું છે.