
અમદાવાદમાં એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ કોટાના એક પરિવારના હૃદયના ધબકારા વધારી દીધા હતા. અકસ્માત સમયે કોટાનો એક યુવાન પણ ત્યાં હાજર હતો. એર ઈન્ડિયાનું આ વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું હતું, ત્યાંથી માત્ર 20 મિનિટ પહેલા જ આ યુવક નીકળ્યો હતો. આ યુવક કોટોના દિગોડનો નિવાસી છે અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુર્ઘટનાના થોડા સમય પહેલા મયંક આ જ બિલ્ડિંગની કેન્ટિનમાંથી ભોજન લઈ રહ્યો હતો કે જ્યાં થોડા સમય પછી વિમાન ક્રેશ થયું હતું. પરંતુ માત્ર 20 મિનિટ પહેલા મયંક ત્યાંથી નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો.
'1 વાગ્યે ત્યાંથી નીકળી ગયો એટલે જીવ બચી ગયો '
મયંકે કહ્યું કે, 'હું 12 જૂનના રોજ બપોરે 12.44 કલાકે મારા મિત્રો સાથે કેન્ટિનમાં જમવા માટે પહોચ્યો હતો. જમવાનું પતાવીને મારા મિત્રો સાથે 1 વાગ્યે ત્યાંથી નીકળીને હોસ્ટેલ પર આવી ગયો હતો. જેવો હું હોસ્ટેલ પર આવ્યો કે, થોડી જ વારમાં જોરદાર અવાજ સાથે ધમાકો થયો હતો. મેં બહાર જઈને જોયું તો ચારેય બાજુ ધુમાડો જ ધુમાડો હતો અને અફરાતફરી મચેલી હતી. પછીથી ખબર પડી કે, જે બિલ્ડિંગમાં હું થોડીવાર પહેલા જમીને આવ્યો ત્યાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈને પડ્યું છે.'
દુર્ઘટનાના સમાચાર સાંભળીને પરિવાર ચિંતામાં મુકાયા હતો
મયંકે કહ્યું કે, 'આ જોઈને હું અને મારો મિત્ર સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયા. એવુ લાગ્યું કે, ભગવાને ફરી એકવાર નવું જીવન આપ્યું છે. જો થોડીવાર ત્યાં રહ્યો હોત તો આજે જીવતો ન હોત.'
મયંકના પિતા કિશન સેને કહ્યું કે, જ્યારે આ દુર્ઘટનાના સમાચાર ટીવી પર આવવા લાગ્યા તો પરિવાર ચિંતામાં મુકાયો હતો. તરત મયંકને ફોન લગાવ્યો હતો, પરંતુ તેનો ફોન લાગતો નહોતો. જેથી આખો પરિવાર ચિંતામાં આવી ગયો હતો. પરંતુ થોડા સમય પછી મયંક સાથે ફોન પર વાત થઈ ત્યારે પરિવારને શાંતિના શ્વાસ લીધા હતા. અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.