Home / Gujarat / Ahmedabad : This overbridge in Ahmedabad will be closed for 10 days from tomorrow

અમદાવાદનો આ ઓવરબ્રિજ આવતીકાલથી 10 દિવસ માટે બંધ, આ વૈકલ્પિક રૂટનો કરી શકશો ઉપયોગ

અમદાવાદનો આ ઓવરબ્રિજ આવતીકાલથી 10 દિવસ માટે બંધ, આ વૈકલ્પિક રૂટનો કરી શકશો ઉપયોગ

અમદાવાદ શહેરમાં હાલ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના કારણે ઘણીવાર અમુક રસ્તાઓ અને બ્રિજ બંધ કરવા પડે છે. ત્યારે આવતીકાલથી મણિનગર સ્થિત નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણીનગર રેલવે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બુલેટ ટ્રેનની કામગીરીના ભાગરૂપે પીલર પર વાયડક્ટ લોન્ચિંગનું કામ શરૂ કરવાનું હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મણીનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલવે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 10 દિવસ માટે બંધ રહેશે. આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. આ 10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.  
 
આવતીકાલથી એટલે 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસ માટે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણીનગર રેલવે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. 


વાહનચાલકો મણિનગર ઇસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈ બીઆરટીએસ થઈ મણિનગર ક્રોસિંગ તરફ, ગાયત્રી ડેરી અનુપમ બ્રિજ કાંકરિયા રોડ થઈ પુનિત મહારાજ રોડ, સર્વિસ રોડ નાથાલાલ ઝગડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે.

Related News

Icon