
અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનનો આજે બીજો દિવસ છે. આજે દિગ્ગજ નેતાઓની ખાસ બેઠક યોજાશે. શહેરના રિવરફ્રન્ટ પર બેઠક યોજવામાં આવશે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મળનારી કોંગ્રેસની બેઠકમાં કેટલાક ઠરાવ પ્રસાર કરવામાં આવશે.
ખાસ ઠરાવ કરાશે પસાર
સોશિયલ રિફોર્મને લઇને ઠરાવ કરાશે
વિદેશ નીતિને લઇને ઠરાવ થશે.
યુથ કોંગ્રેસમાં બદલાવને લઇને ઠરાવ
કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલને લઇને ઠરાવ
ઇકોનોમિકલ ભારતને ક્યા લઇ જવું તેને લઇને ઠરાવ પસાર થશે
આગામી ચૂંટણીને લઇને ઠરાવ થશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી, લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા છેે.
આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે
દેશના ભવિષ્ય વિશે વાત કરતાં પવન ખેરાએ કહ્યું હતું કે 'કોંગ્રેસ તરફ જોઇ રહ્યો છે અને કોંગ્રેસ ગુજરાત તરફ જોઇ રહી છે. જ્યારે પણ દેશમાં અંધકાર અથવા સંકટના વાદળો છવાયા છે, ત્યારે ગુજરાતે રસ્તો બતાવ્યો છે. 3 દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય પથ પર ચાલીને પરિવર્તન લાવશે અને આગામી 2027ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ જીત