
Ahmedabad Rain news: અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગત રોજ અઢી ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો હતો. જો કે, ધોધમાર વરસાદ બાદ શહેરમાં ખરાબ સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં કુલ 105 સ્થળે પાણી ભરાયા હતા. જેના લીધે 5 અંડરપાસ બંધ કરવાની નોબત આવી હતી. જો કે, વરસાદે વિરામ લેતા તેને ખોલી દેવા પડયા હતા. 4 સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. છ સ્થળે રોડ પર નુકસાન થયાની ફરિયાદો તંત્રને મળી હતી. આ ઉપરાંત નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ યોજનામાં ભારે નુકસાન થવા પામ્યું હતું. જેમાં એક વ્યકિતનું મોત થયાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના લીધે શહેરમાં ઠેર-ઠેર 105 સ્થળે પાણી ભરાયા હતા. જેની જાણ થતા એએમસી તંત્રએ પાંચ અંડરપાસ બંધી કર્યા હતા. પરંતુ પાણી ઉતરી જતા તેને બાદમાં ખોલી દેવાયા હતા. 4 સ્થળે ઝાડ પડયાની અને છ સ્થળે રોડ બેસી જવાનો અને ડામર ઉખડી જવાની ફરિયાદો મળી હતી. ઉપરાંત 24 સ્થળે પાણી નિકાલ માટે વરુણ પંપ કાર્યરત કરવામાં આવ્યા હતા. શહેરના જુદાજુદા 147 સ્થળો પર શ્રમિકોને તૈનાત કરી પાણી કાઢવાની અને બીજી કામગીરી કરવામાં આવી હતી. અંડરપાસમાં ઓટોમેટિક ગેટ માટે સેન્સર લિમિટ 2 ફૂટના બદલે 1.35 ફૂટ કરાશે આ સિવાય કામ ચાલી રહ્યું છે એવા 220 સ્થળ છે જ્યાં બેરિકેડિંગ કરાયું છે. નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં કેટલાક ગંભીર ટેક્નિકલ ઈશ્યુ હતા જેને તંત્રએ સોલ્વ કરવાની કામગીરી કરી હતી. 11 સ્થળે વધુ પાણી હતા, જે હવે પાણી ઉતરી રહ્યા છે. Ai સોફ્ટવેરથી વરસાદની એડવાન્સ જાણ થઇ હતી, જેથી રાતે જ સ્ટાફ ડિપ્લોય કરીને એએમસી તંત્રએ કામગીરી કરી હતી