
Ahmedabad News : ગુજરાતના પાટણના પટોળા વિશ્વવિખ્યાત છે, ત્યારે અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે શૉ-રૂમના ઓપનિંગ સમયે મોંઘાદાટ બે પટોળાની ચોર થવાની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલા 1.20 રૂપિયા કિંમતના બે પટોળાની ચોરી કરીને જતી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદા નોંધાવામાં આવી હતી. પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મહિલા 1.20 લાખની કિંમતના પટોળા ચોરી ફરાર
અમદાવાદમાં ગત 23 માર્ચ, 2025ના રોજ સાયન્સ સિટી રોડ પર આવેલા ધ્યાન ક્રીએશન લેડીઝ શૉરૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેમાં એક મહિલા શૉરૂમમાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાને પટોળા પસંદ આવ્યા હતા. આ પછી અજાણી મહિલાએ શૉરૂમ માલિક સહિતના સ્ટાફના માણસોની નજર ચૂકવીને બીલિંગ કાઉન્ટર પર રાખેલા 90 હજારની કિંમતનું પાટણનું પટોળું અને 30 હજારની કિંમતનું રાજકોટનું પટોળું એમ કુલ 1.20 લાખની કિંમતના બે પટોળાની ચોરી કરીને જતાં રહ્યા હતા.
જ્યારે બે પટોળા ગૂમ થયાની જાણ થતાં શૉરૂમ માલિક દ્વારા સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા પટોળા પોતાની બેગમાં મૂકીને ચોરી કરીને એક્ટિવામાં જતી જોવા મળે છે. આ પછી શૉરૂમના માલિકે પોલીસ ફરિ.યાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સોલા પોલીસે સીસીટીવીના આધારે મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.