
ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા છે. આ બંને અધિકારીઓ અમદાવાદ ગ્રામ્ય SP કચેરીમાં અધિકારી બનીને મુલાકાત માટે ગયા હતા, જ્યાં પોલીસને શંકા જતા પૂછપરછ કરતાં આ શખસો નકલી અધિકારીઓ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
બે શખ્સો નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશન નામની સંસ્થાના નકલી અધિકારીઓ ઝડપાયા
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સરખેજમાં બે શખ્સો નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશન નામની સંસ્થાના નકલી અધિકારીઓ બનીને SP કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં પોલીસને શંકા જતાં પૂછપરછ કરી તેમના આઇકાર્ડ ચેક કર્યા હતા. જેમાં અશોક સ્તંભ અને રાષ્ટ્રીય ચિહ્નોનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
'Joint Director', 'National Director', 'Vice President' જેવા પોસ્ટ દર્શાવવામાં આવી
તેમના આઇકાર્ડમાં ભારત સરકારના MSME મંત્રાલય અને 'Joint Director', 'National Director', 'Vice President' જેવા પોસ્ટ દર્શાવવામાં આવી છે. સરખેજ પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.