
દેશના અત્યંત મહત્ત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોરમાં જાપાનીઝ બુલેટ ટ્રેનને સ્થાને સ્વદેશી ટેક્નિકથી સજ્જ એવી સેમી હાઈસ્પિડ વંદેભારતને દોડાવવામાં આવશે. આ ભારતીય રેલની પ્રથમ વંદેભારત ટ્રેન હશે જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ગતિેએ દોડશે. રેલ્વે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરના સુરત બિલિમોરાના 50 કિલોમીટરના સેક્શનની કામગીરી અંતિ તબક્કામાં છે.
આ વર્ષના અંત સુધીમાં વંદે ભારતનું ટ્રાયલ રન
આ વર્ષના અંત સુધીમાં વંદે ભારતનું ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવશે. આ પછી વર્ષ 2027 સુધીમાં વંદે ભારત સિટીંગ ટ્રેનથી સામાન્ય લોકો મુસાફરી કરશે. 8-8 કોચની બે નંદે ભારત ટ્રેન દોડાવાશે.જેમાં મહત્તમ ઝડપ 280 કિલોમીટર પ્રતિ ક્લાકની છે પણ તે 250 કિમીની ઝડપે દોડશે.
વિશ્વની હાઈસ્પીડ ટ્રેન
શાંઘાઈ મેગ્લેવ - 460 કિમી ચીન
સીઆર 450- 453 કિમી ચીન
સીઆર 400 ફક્સિંગ 350 કિમી ચીન
ટીજીવી ફ્રાન્સ 320 320 કિમી ફ્રાન્સ
શિન્કાસેન સિરીઝ 320 કિમી જાપાન
શિંકનસેન ટ્રેનો આવ્યા પછી જાપાની DS-ATC સિગ્નલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ
ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે શિંકનસેન ટ્રેનો ખરીદવા માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે હવે 2030 સુધીમાં તબક્કાવાર અને 2033 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા છે. આ દરમિયાન, નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) એ સિગ્નલિંગ સિસ્ટમ માટે ટેન્ડર આમંત્રિત કર્યા છે જે 280 કિમી/કલાકની મહત્તમ ડિઝાઇન ગતિ સાથે વંદે ભારત ટ્રેનોને આ સેક્શન પર ચલાવવા માટે સક્ષમ બનાવશે. વંદે ભારત ટ્રેનો માટે યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ (ETCS) લેવલ-2 લાગુ કરવામાં આવશે, જ્યારે શિંકનસેન ટ્રેનો આવ્યા પછી જાપાની DS-ATC સિગ્નલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે.
જાપાનની બુલેટ ટ્રેનની કિંમત અંદાજે 16 કરોડ રૂપિયા પ્રતિ કોચની નક્કી કરાઈ
અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે જે MOU થયા હતા તેમાં જાપાનની બુલેટ ટ્રેનની કિંમત અંદાજે 16 કરોડ રૂપિયા પ્રતિ કોચની નક્કી કરાઈ હતી. પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમતમાં 3 ગણો વધારો કરી દીધો હતો. ભારતે બુલેટ ટ્રેન આપતી વખતે જાપાને પ્રતિ કોચ રૂપિયા 50 કરોડ લેવાનો નિર્ણય કર્યો હતો, આમ 16 કોચની એક બુલેટ ટ્રેન ભારતને 800 કરોડ કૂપિયામાં પડત.
રેલ્વેએ જણાવ્યું હતું કે 2027 સુધીમાં આ ટ્રેક પર વંદે ભારત ટ્રેનોનું સંપૂર્ણ રીતે કાર્યરત સંચાલન શરૂ કરવાની યોજના છે, જેથી ખાતરી કરી શકાય કે જાપાની ટ્રેનો તૈયાર ન થાય ત્યાં સુધી ઉચ્ચ-મૂડી-સઘન પ્રોજેક્ટનો ઉપયોગ ચાલુ રહેશે. એકવાર શિંકનસેન ટ્રેનો સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય, પછી વંદે ભારત ટ્રેનો અને ETCS ના અદ્યતન સંસ્કરણોને અન્ય પ્રોજેક્ટ્સમાં ખસેડવામાં આવશે. રેલ્વે મંત્રાલય અને NHSRCL એ જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે 2030 સુધીમાં આ પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ જાપાની બુલેટ ટ્રેનો ખરીદવામાં આવશે, અને વંદે ભારત ટ્રેનો મુસાફરોની અપેક્ષાઓ પૂર્ણ કરશે.