Home / Gujarat / Ahmedabad : VHP protests against police stopping Ram Navami yatra in Nikol

Ahmedabad News: નિકોલમાં રામનવમીની યાત્રા પોલીસે રોકતા VHPનો વિરોધ, રોડ પર બેસીને રામધૂન બોલાવી

અમદાવાદમાં રામનવમીના પ્રસંગે બાપુનગર વિસ્તારમાં VHP (વિશ્વ હિન્દુ પરિષદ) દ્વારા આયોજિત શોભાયાત્રા દરમિયાન 'લવ જેહાદ' થીમ પર પોસ્ટર સાથેની રેલીનો વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો. પોલીસે વિવાદાસ્પદ થીમ પર સરઘસને આગળ વધવાની પરવાનગી આપવાનો ઈનકાર કરતાં વિવાદ વકર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નિકોલમાં રામનવમીની યાત્રા દરમિયાન બબાલ

અમદાવાદ શહેરમાં બાપુનગરની રામનવમી યાત્રા શુકન ચાર રસ્તા નિકોલ પાસે પહોંચતા જ પોલીસે રોકી હતી. આ દરમિયાન વિહિપે વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા હતા અને ચક્કાજામ કર્યો હતો.

પોલીસે રામનવમી યાત્રા રોકતા વિહિપના કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા હતા અને રામધૂન પણ બોલાવી હતી તેમજ જયશ્રીરામના નારા લગાવ્યા હતા.કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

 

TOPICS: Ramnavami
Related News

Icon