
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ હવે મેદાને આવી છે. VHPએ આ નિવેદનોને સખત રીતે વખોડ્યા છે અને તેને સનાતન ધર્મની વિરુદ્ધ ગણાવ્યું છે. VHPના અશોક રાવલે જણાવ્યું કે સનાતન ધર્મમાં કોઈપણ હિન્દુ ધર્મનો વિરોધ કરવો એ અયોગ્ય છે અને આવા નિવેદનો સ્વીકાર્ય નથી.
અવિચલદાસજી મહારાજ સાથે વાતચીત થઈ
અશોક રાવલે જણાવ્યું કે આ અંગે સવારે અવિચલદાસજી મહારાજ સાથે વાતચીત થઈ છે અને જુનાગઢના શંકરાચાર્યજી સહિત તમામ સાધુ-સંતોને આ બાબતની જાણ કરવામાં આવી છે.
તમામ સાધુ-સંતોને એકઠા કરવાનો નિર્ણય લીધો
VHPએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને આગામી સમયમાં તમામ સાધુ-સંતોને એકઠા કરવાનો નિર્ણય લીધો છે, જેથી આ વિવાદ પર વિચાર-વિમર્શ કરીને યોગ્ય પગલાં લઈ શકાય. અશોક રાવલે સ્પષ્ટ કર્યું કે આ ઘટના સનાતન ધર્મની એકતા અને માન્યતાઓને નુકસાન પહોંચાડે છે, અને તેનો સામનો કરવા માટે VHP પ્રતિબદ્ધ છે.