છાશવારે રામોલ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર રામોલ પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતો વીડિયો સામે આવ્યો છે. આ પ્રકારની ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે, છતાં રામોલ પોલીસના પેટનું પાણી હલતું નથી. આ પ્રકારના આવારા તત્વો પોલીસનો જાણે ડર રહ્યો જ ના હોય એ રીતે ખુલ્લેઆમ વિસ્તારને બાનમાં લઈ રહ્યા છે. આ સમગ્ર મામલાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મધરાતે ધીંગાણું બોલાવનાર શખ્સોની પોલીસે જાહેરમાં કરી ધોલાઈ
મધરાતે ધીંગાણું બોલાવનાર શખ્સોના જાહેરમા પોલીસે મોર બોલાવ્યા હતા. શખ્સો સતત પોલીસને કહેતા રહ્યા કે સાહેબ માફ કરો માફ કરો. મળતા અહેવાલ પ્રમાણે પોલીસે આ મામમલે એક્શન લીધું હતું, અને શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.