અમદાવાદ સિવિલમાં મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટની વ્યવસ્થા કરાઈ છે, વિમાન ક્રેશમાં મૃત્યુ પામેલા પટેલ દંપતિના પુત્ર મિતેન પટેલને લંડનથી અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. તેમના DNA સેમ્પલ લેવાયાં હતાં. હોસ્પિટલ દ્વારા જણાવ્યું કે 72 કલાકમાં રિપોર્ટ આવશે, પરંતુ ફાધર્સ ડેના દિવસે જ સમાચાર મળ્યા કે, પિતા મિતેન માટે એક લાગણીશીલ ક્ષણ હતી. પુત્ર મિતેન અને હેમેન પિતાના મૃતદેહ લેવાની જરૂરી પ્રક્રિયા પૂરી કરીને લંડન પરત ફરવાની તૈયારીમાં હતા, પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હજુ અકબંધ હતો કે માતાનો મૃતદેહ ક્યારે મળશે? DNA સેમ્પલ મેચ થવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગે છે.
હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે 99મું સેમ્પલ તેમના માતા શોભનાબેનનું
તેથી તેઓે હાલ પિતાનો મૃતદેહ લઈને પરત ફરવાનું નક્કી કર્યું, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. સિવિલના કંટ્રોલ રૂમમાં બુલેટિન બોર્ડ પર કુલ 98 DNA સેમ્પલની યાદી હતી, જેમાં છેલ્લું 98મું સેમ્પલ અશોકભાઈ પટેલનું હતું, બન્ને ભાઈઓ પિતાના મૃતદેહને લઈને નીકળવાની તૈયારીમાં હતા, ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે 99મું સેમ્પલ તેમના માતા શોભનાબેનનું છે.
બન્ને પુત્રોના આંખોમાં આંસુ સાથે હૈયુ ભરાઈ ગયું
આ સાંભળીને બન્ને પુત્રોના આંખોમાં આંસુ સાથે હૈયુ ભરાઈ ગયું. એક આશ્ચર્યજનક સંયોગ ઓ હતો કે 98 અને 99માં ક્રમે મેચ થયેલા સેમ્પલ એક જ પતિ પત્નીના હતા, જે જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પછી પણ એકબીજાની નજીક રહ્યા હતા. આ ઘટનાએ મિતેન અને હેમેમમા હૃદયને ઊંડો આઘાત આપ્યો, પરંતુ કુદરતી કરિશ્માનો અનુભવ થયો હતો.