ગુજરાતના વિવિધ શહેરોમાં આગના સતત બનાવો સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના ઘી કાંટામાં આગની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘી કાંટામાં આવેલા કૃષ્ણા કોમ્પલેક્સની નીચે આવેલા ગેરેજમાં આગ લાગવાની ઘટના બની હતી.
ભીષણ આગના કારણે 3 કાર બળીને ખાખ થઈ ગઈ
આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ દોડી આવી હતી. ભીષણ આગના કારણે 3 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપુર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.