કરણી સેનાએ ફરીથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવાની માંગ ઉઠાવી છે. કરણી સેનાના નેતા રાજ શેખાવતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમા તેમણે કહ્યુ કે જે કોઈ પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે. તેના ઈનામ આપવામાં આવશે.
ઈનામમાં એક કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા
ઈનામમાં એક કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયા આપશે. તે બહાદુર પોલીસકર્મીના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થા પણ અમારી જ રહેશે. જયપુરમાં ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની લોરેન્સ બિશ્નોઈએ હત્યા કરાવી હોવાનો આક્ષેપ છે.
લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી સાબરમતી જેલમાં બંધ
લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતની ઉચ્ચ સુરક્ષાવાળી સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સે સલમાન ખાનને ધમકી આપી છે. આ પહેલા પણ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે વડોદરામાં લોરેન્સના એન્કાઉન્ટરની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આખરે આવા ગુંડાઓને શા માટે આશ્રય આપે છે?