પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી, પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી.આર પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતાં.
PM મોદીએ દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા.