અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત થયો. એક બેકાબૂ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ અને પલટી મારી. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આ અકસ્માતમાં ચાલકે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોઈ શકે છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.