ગુજરાતના અમદાવાદ જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રોહિકા ગામે રોહિત સોલંકી નામનો યુવાન ગામમાં આવેલી ડીપમાં ન્હાવા ગયો હતો અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત નીપજ્યું. આ ઘટનાની જાણ થતાં ગામના લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.
ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત નીપજ્યું
ધોળકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવાનની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ઊંડા પાણી અને અંધારાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી. અંતે, યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
નિકોલ વિસ્તારમાં આવેલા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી અનુસાર, નશાની હાલતમાં બે વ્યક્તિઓ તળાવમાં પડ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ તળાવમાંથી બહાર નીકળીને ભાગી ગયો, જ્યારે બીજી વ્યક્તિ ઊંડા પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યો.ઘટનાની જાણ થતાં નિકોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી.