અમદાવાદની V.S. હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડના મામલે ચાંદખેડાના કોંગ્રેસ કોર્પોરેટરે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ત્રણ લોકોનાં મોત થયાં, પરંતુ કોર્પોરેશન દાવો કરે છે કે આ મામલે કોઈ તપાસ કમિટી રચાઈ નથી.
કૌભાંડો છુપાવવા ડૉ. રાણાને બલિનો બકરો બનાવ્યા કોંગ્રેસ નેતાનો આરોપ
કોર્પોરેટરનો આરોપ છે કે તંત્ર આ અંગે ખોટું બોલી રહ્યું છે અને MoU કરવામાં આવ્યા હોવાના પુરાવા રાજશ્રી બહેને રજૂ કર્યા છે. વધુમાં, આક્ષેપ કર્યો છે કે પારુલ શાહ અને ચેરી શાહ પોતાના કૌભાંડો છુપાવવા ડૉ. રાણાને બલિનો બકરો બનાવી રહ્યા છે.
સુપરિટેન્ડન્ટના નામે જાણ બહાર એકાઉન્ટ ખોલાવીને સહી કરાવી- પારુલ શાહનો આરોપ
વી.એસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલમાં મોટો ખુલાસો થયો છે. શું V.S. હોસ્પિટલ કાંડમાં દેવાંગ રાણા મોટો ખેલાડી નિકળ્યો? સુપરિટેન્ડન્ટ પારુલ શાહના નામે એકાઉન્ટ ખોલાવી સહી કરાવી દીધી હોવાનો ગંભીર આરોપ ખુદ સુપરિટેન્ડન્ટે લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે સુપરિટેન્ડેન્ટે કહ્યું કે મને જાણ થઈ હતી કે વીએસ કમિટીમાં ક્લિનિકલ રિસર્ચને પરવાનગી જ નથી.
ફાર્માસ્યુટીકલ કંપની તેમની પ્રોડકટસની ટ્રાયલ કેવી રીતે કરે છે?
કોઈપણ ફાર્મા કંપની તેમની નવી પ્રોડકટસનો પહેલો ટ્રાયલ પશુઓ ઉપર કરે છે. જે પછી જે તે રોગના દર્દી ઉપર તેમની પ્રોડકટસનો ટ્રાયલ કરવામાં આવતો હોય છે. દર્દીઓ ઉપર ટ્રાયલ કરતા પહેલા તેમણે નેશનલ મેડીકલ કાઉન્સિલ ,હોસ્પિટલની એથિકલ કમિટી,દર્દીની મંજૂરી લેવાની હોય છે.V.S. હોસ્પિટલમાં બહાર આવેલા પરિક્ષણ કૌભાંડમાં ફાર્મા કંપનીઓએ અલગ અલગ એથિકલ કમિટીની મંજૂરી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ પૈકી મોટાભાગની કમિટી તો માન્યતા પણ ધરાવતી નથી.
કંપનીઓ તરફથી હોસ્પિટલને ફંડ પણ અપાયું નથી
વી.એસ.હોસ્પિટલમાં તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટની રહેમનજર હેઠળ ચાર વર્ષથી વિવિધ ફાર્મા કંપનીઓ તેમની નવી પ્રોડકટસનુ પરિક્ષણ દર્દીઓ ઉપર કરાતુ હતુ. આ કંપનીઓ તરફથી હોસ્પિટલને ફંડ પણ અપાયુ નહીં હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ થવા પામ્યો છે.