અમદાવાદ વિમાન દુર્ઘટનાને 72 કલાક થઈ ચૂક્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં બળી ગયેલા મૃતદેહોની ઓખળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સાથે સાથે ડીએનએ મેચ થતાં પરિવારજનોને તે મૃતદેહ સોંપવાની અને વતન સુધી પહોંચાડવાની કામગીરી થઈ રહી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે. તંત્ર દ્વારા મૃતદેહને વતન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મૃતકોના અને તેમના પરિવારજનોના DNA સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધીમાં 31 મૃતદેહોના સેમ્પલ મેચ થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.