
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 27 વર્ષનો વનવાસ ભોગવી આખરે સત્તા હાંસલ કરી છે અને સતત ત્રણ ટર્મથી જીતતી આવતી આમ આદમી પાર્ટીને ઘર ભેગી કરી છે. એવામાં આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ દિલ્હી ચૂંટણી અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આખી પાર્ટી નૈતિકતાથી અને મજબૂતાઈથી ચૂંટણી લડી છે. જે પરિણામ આવ્યું એનો સ્વીકાર કરીએ છીએ. આપ સત્તામાં હતી ત્યારે પણ અને સત્તામાં નથી ત્યારે પણ પ્રજા માટે કામ કરીશું. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આઈડી, સીબીઆઇ સહિતના લોકો લાગી પડ્યા હતા. આ તમામ એજન્સીઓનો ઉપયોગ કરીને હેરાન કરવામાં આવ્યા.
https://twitter.com/isudan_gadhvi/status/1888160427009577422
વધુમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, યુપી અને હરિયાણાના મતદારોનો ઉમેરો કરવા અને આપના મતદારોને કાપી નાખવાના ષડયંત્રો થયા છે. પ્રવેશ વર્મા ખુલ્લેઆમ ૨૫૦૦ રૂપિયા મહિલાઓને આપતા હતા અને ચૂંટણી પંચે કંઈ ના કર્યું, આટલું નઠારું ચૂંટણી પંચ ક્યારેય જોયું નથી. આપની એક વિચારધારા છે લોકો માટેની. પરંતુ હવે એવી વિચારધારા આવી છે દિલ્લીમાં જે લોકો માટે નહીં હોય. ભાજપ હવે ગુજરાતની જેમ દિલ્લીની જનતાને હેરાન કરશે.
આ પણ વાંચો : VIDEO: દિલ્હીમાં AAPની હાર બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
ડબલ એન્જિનની વાત કરી રહ્યા છે તમે આપ ના હાથમાં પાવર રહેવા જ નહોતો દીધો. દિલ્લીવાસીઓને ડરાવો ધમકાવો અને કામ ના કરવા દો. તમારામાં તાકાત હોય તો મહિલાઓને ૨૫૦૦ રૂપિયા આપજો અને મહિલાઓને ફ્રી બસ સેવા આપજો. ભાજપ હવે દિલ્હીમાં વિજળી મોંઘી કરશે. ભાજપ હવે દિલ્હીવાસીઓ માટે આફત બનીને આવશે. ગુજરાતમાં મહિલાઓની પરેડ અને નગ્ન પરેડ નીકળે એવી ઘટનાઓ બની હતી. દિલ્હીની જનતાએ ભાજપને ૫૦ ટકાથી વધુ મત નથી આપ્યા. અરવિંદ કેજરીવાલ હવે ગુજરાત ઉપર ફોકસ કરે એવી અમારી ઈચ્છા છે. મોટા નેતાઓ ગુજરાતમાં આવે અને પાર્ટીનો વિસ્તાર કરી સાથે લડીએ.