
Ahmedabad news: ગુજરાતમાં પહેલગાંવ આતંકવાદી હુમલા બાદ બાંગ્લાદેશીઓ પર તવાઈ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ આક્ષેપ મૂકતા જણાવ્યું કે, કોઈપણ દેશ પોતાના દેશમાં ગેરકાનૂની રીતે રહેતા અન્ય દેશના નાગરિકોને હાંકી કાઢવાનો અધિકાર છે. ભાજપનું શાસન આ માટે જવાબદાર છે, છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપ સરકાર અને 30 વર્ષથી ગુજરાતમાં સરકારનું શાસન છે. છતાં ગૃહમંત્રીના વિસ્તારમાં અને અમદાવાદમાંથી બાંગ્લાદેશીઓ કેમ પકડાયા છે.? ક્યાં તંત્રી અને સંત્રીની રહેમ નજર હેઠળ આ
લોકો અહીં વસવાટ કરી રહ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, બાંગ્લાદેશીઓને આધાર પુરાવા કોણે આપ્યાં અને તેઓને ડોક્યુમેન્ટ મળી ગયા.ફેસ સેવિંગ દ્રશ્યો ઉભા કરીને સરકાર બચવાનો પ્રયાસ કરે છે. ભાજપ સરકારે પોતે સ્વીકારવું જોઈએ ગેરકાયદેસર રીતે વસતા લોકોની જવાબદારી ક્યારે સરકાર સ્વીકારશે. પહેલગામ હુમલામાં ૨૮ નાગરિકોના મોત થયા છે, કેન્દ્રની સરકાર ખુદ સ્વીકારી રહી છે કે સુરક્ષામાં ચૂક રહી છે. કેન્દ્ર સરકારની ૧.૮૦ લાખ સૈનિકોનો જગ્યા ખાલી છે જ્યાં ભરતી નથી કરવામાં આવી. સૈન્ય બળ વધારવુંએ સરકારની ફરજ છે, ભાજપ સરકારના શાસનમાં ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બની ગયું છે.