Home / Gujarat / Amreli : 40 primary school children suffered blade cuts on their hands and feet

અમરેલી: બગસરાની મુંજયાસરની પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા

અમરેલી: બગસરાની મુંજયાસરની પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા

અમરેલીના બગસરાના મોટા મુંજયાસરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ અને પગમાં બ્લેડના કાપા માર્યા હતા. આ ઘટનાથી બાળકોના વાલીઓ સ્તબ્ધ થયા હતા. ધોરણ-5,6,7ના વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

40 બાળકોએ હાથ અને પગમાં માર્યા કાપા

સમગ્ર મામલે વાલીઓ શાળાએ દોટ મૂકી હતી. પ્રાથમિકશાળામાં આ ઘટના મામલે વાલીઓને યોગ્ય જવાબ મળ્યો નહોતો. યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ ગ્રામપંચાયત દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલો શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યો હતો, વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

પોલીસ અને શિક્ષણ વિભાગની તપાસમાં સામે આવશે

ઉલ્લેખનીય છે કે હાલ એ વાત સામે આવી છે. પોલીસ અને શિક્ષણ વિભાગની તપાસમાં સામે આવશે કે શા માટે બાળકોએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા છે.

સીસીટીવીની મદદ લેવાશે 

અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો સાચી બાબતો બહાર આવી શકે તેમ છે. સમગ્ર ઘટના બાબતે ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીના જણાવ્યા અનુસાર શાળામાં આ વિચિત્ર ઘટના બનવા પાછળનો કારણ જો અત્યારે શોધવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બાળક જીવ ખોઈ બેસે તેવી પણ શક્યતા રહેલી છે. 

Related News

Icon