સૌરાષ્ટ્રનો સાવજ એ ગુજરાતની આગવી ઓળખ છે. ઉનાળાની ત્રાહિમામ ગરમીથી કંટાળેલા સિહો હવે ઘણી વખત વસતીમાં આવી જાય છે. અમરેલી જિલ્લાના ધારીના મોરઝર ગામે 9 સિંહો પાણી પીવા પહોંચ્યા હતા. મોરઝર ગ્રામ પંચાયતના સીસીટીવીમાં 9 સિંહો પાણી પીતા કેદ થયા છે. ધારી ગીરના ગ્રામીણ ગામડાઓમાં રોજબરોજ સિંહ પરિવાર જોવા મળે છે. હાલમાં સિંહોના ટોળાનો આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.