હવે માત્ર રહેણાંક વિસ્તારોમાં જ નહીં ઘરમાં પણ સિંહના ધામા જોવા મળી રહ્યા છે. રાજુલાના કોવાયા ગામમાં મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઇ. મોડી રાત્રે એક ઘરમાં સિંહ ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સિંહે હુમલાનો પ્રયાસ ન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેનો પ્રયાસ કર્યો હતો. લોકોએ મહામુસીબતે સિંહને રહેણાંક મકાનની બહાર ખસેડ્યો.