
Amreli letter scandal: અમરેલી લેટરકાંડમાં પાટીદાર યુવતીનું સરઘસ કાઢવાનો મામલો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા, પૂર્વ ધારાસભ્ય તેમજ અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે વડપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
આ પત્રમાં પ્રતાપ દુધાતે લખ્યું છે :
“આપશ્રીની સરકાર મારફત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉતર પ્રદેશ માં મહિલા નાં સન્માન અને ઉત્કર્ષ માટે સંકલ્પ પત્ર થી બહેનો ને અલગ-અલગ રીતે માસિક ૨૫૦૦ની સહાય તેમજ ગેસ નાં એલપીજી સીલીન્ડર માં સબસીડી માધ્યમથી ૩૫૦૦ની રાહત આપી રહી છે, વૃધ્ધ મહિલા ને રૂ.૩૦૦૦નું પેન્શન મહિલા સન્માન યોજના હેઠળ રૂ.૨૧૦૦ તેમજ મફત વીજળી આપવવામાં આવી રહી છે.
પરંતુ ગુજરાતમાં આપની સરકાર અવરિતપણે ૩૦ વર્ષથી શાસન કરી રહી છે. ત્યારે ગુજરાતની બહેન-દીકરી માટે આવી યોજના આપવામાં આવતી નથી એલપીજી સીલીન્ડરમાં રાહત પણ આપવામાં આવતી નથી પણ ત્યારે માત્ર નારી સંશક્તિકરણની જાહેરાતો કરવામાં આવી રહી છે પણ ગુજરાતની બહેન-દીકરી ન્યાય માટે વલખા મારી રહી છે, ગુજરાતની દીકરીનો જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસતંત્ર દ્વારા કાયદાકીય જોગવાઈનું ખુલ્લેઆમ ઉલ્લધન કરવામાં આવી રહ્યું છે, તમામ પ્લેટફોર્મ પર બહેન-દીકરીને ન્યાય માટે જુજ્મવું પડી રહ્યું છે તેમ છતાં ન્યાય માટે કોઈ આશા રહી નથી.
આમ છેલ્લા ૩૦ વર્ષના આપની ગતિશિલ અને સંવેદનશીલ સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં મહિલાઓ બહેન-દીકરીને સહાય આપી રહી છે, ગુજરાતમાં આવી યોજના અંતર્ગત કોઈ લાભ નહી? ગુજરાત સરકાર માં ગુજરાતી કહેવત મુજબ “એક ને ગોળ અને એક ને ખોળ” જેવી પરીસ્થિતનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ગુજરાતની મહિલાઓ-બહેન-દીકરીઓ ને ન્યાય શા માટે નહી, પણ ગુજરાત ની કું.દીકરીના રાત્રીના સમયે વરઘોડા નીકળી શકે છે, ગુજરાતની દીકરી નેજ અન્યાય પણ ન્યાય ની કોઈ અપેક્ષા નહી, ત્યારે ગુજરાત ની બહેન-દીકરી ને યોગ્ય નિષ્પક્ષ રીતે ન્યાય મળે તેવી અમારી લાગણી અને માંગણી સહ વિનંતી છે.”