
ગુજરાતના ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. અમરેલીમાંથી દમદાર અહેવાલ સામે આવ્યા છે, જેમાં મોતીબેન ડાયાભાઈ સૌંદરવા નામના બા સરપંચ બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે એમની વય 80 વર્ષની છે. તેમનો 386 મતથી વિજય થયો છે, મળતા અહેવાલ પ્રમાણે જીત સાંભળીને તેઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.અમરેલીમાં વડીયા તાલુકાના ઈશ્વરીયા ગામે 80 વર્ષના બા સરપંચ બન્યા છે.