Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ક્યાંક ટિકિટને લઈને તો ક્યાંક ઉમેદવારને લઈને પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ થઈ રહ્યો છે.

