
અમરેલીના સાવરકુંડલામાં મુખ્ય બજારમાં આવેલા ATMમાં તસ્કરો ત્રાટક્યા હતા. દરબારગઢ વિસ્તારમાં આવેલા SBI બેન્કના ATMમાં તસ્કરો ત્રાટક્યા હતા.આ ઘટનાને લઇને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
ATMમાં 400 રૂપિયા ઉઠાંતરી અને નુકસાનની ફરિયાદ
અમરેલીના દરબારગઢ વિસ્તારમાં આવેલા SBI બેન્કના ATMમાં તસ્કરોએ ત્રાટકી નુકસાન પહોંચાડ્યું હતું.
સાવરકુંડલાના મેઇનબજારમાં SBI બેન્કના ATMમાં રાત્રે 8.00 કલાકે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. CCTV કેમેરાના આધારે પોલીસે શખ્સને ઝડપી પાડ્યો હતો. સાવરકુંડલા નગરપાલિકામાં કર્મચારી આનંદ સરૈયાએ ATMની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 400 રૂપિયા રિકવર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.