ગુજરાતમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ સતત સામે આવી રહી છે. દુર્ઘટનામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની દુર્ઘટનામાં સતત વધારો થયો છે. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી અજાણી કારે ત્રણ લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્તોને અમરેલી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં સિટી પોલીસે તપાસનો ધમધાટ શરૂ કર્યો છે.
સિવિલમાં જ હિટ એન્ડ રનની ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં જ હિટ એન્ડ રનની ઘટના બની છે. એક કાર ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ત્રણ લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તોને અમરેલી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકે હોસ્પિટલના મેડિકલ વાહનને પણ ટક્કર મારતાં મેડિકલ વાનને પણ નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ મામલે અમરેલી સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.