અમરેલીના જાફરાબાદના ચિત્રાસર ગામે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો..હમીરભાઇ પીઠુભાઈ બાંભણિયાના પત્ની ઘરે વાસણ સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો હતો.જે બાદ મહિલાએ બૂમો પાડતા ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા..સરપંચ દ્વારા જાણ કરાતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી દિપડાનું રેસ્ક્યુ હાથ ધર્યુ હતું..