Home / Gujarat / Amreli : VIDEO: Private bus meets with accident on Amreli - Dhari highway

VIDEO: અમરેલી - ધારી હાઈવે પર ખાનગી બસને નડ્યો અકસ્માત, દુર્ઘટનામાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત

રાજ્યમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે  અમરેલી - ધારી ચલાલા નજીક મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી મારી દીધી હતી.ઉનાથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માતના કારણે પલ્ટી મારી હતી.આ દુર્ઘટનામાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ દુર્ઘટનામાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત 

દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો મુસાફરોને સારવાર માટે ચલાલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ધારાસભ્ય જે વી કાકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી હોસ્પિટલ પહોંચ્યા હતા.

5 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડ્યા

5 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલીના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

Related News

Icon