Home / Gujarat / Anand : 2 arrested for cheating by putting fake foreign visa stickers on passports

Anand News: પાસપોર્ટ પર વિદેશ વિઝાના નકલી સ્ટીકરો લગાવી છેતરપિંડી કરતા 2 શખ્સ ઝડપાયા

Anand News: પાસપોર્ટ પર વિદેશ વિઝાના નકલી સ્ટીકરો લગાવી છેતરપિંડી કરતા 2 શખ્સ ઝડપાયા

Anand News: પાસપોર્ટ ઉપર વિદેશના વિઝાના બનાવટી સ્ટીકરો લગાવી ઠગાઈ કરનારા બે શખ્સોને આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગરના ઇસ્કોન મંદિર પાછળથી ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૭ પાસપોર્ટ, ૪ મોબાઈલ તથા કાર મળી કુલ રૂપિયા ૧.૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પેટલાદના કાઝીવાડા ખાતે રહેતો મકસુદ અહેમદ ઉર્ફે ઓવેસ ઉર્ફે અમન અમિનુદ્દીન કાઝી વિદેશવાંછુકોને વિદેશ મોકલવાના બહાને મોટી રકમો પડાવી લઈ પાસપોર્ટ ઉપર બનાવટી વિઝાના સ્ટીકરો લગાવી ઠગાઈ કરતો હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી.

વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર પાછળના ગાર્ડન નજીક ઉભો હોવાની બાતમીના આધારે કાર સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા મકસૂદ અહેમદ ઉર્ફે ઓવેસ કાઝી પેટલાદનો રહેવાસી અને નિલેશભાઈ વિનુભાઈ પટેલ આણંદનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંને પાસેથી સાત પાસપોર્ટ કબજે લીધા હતા. પાસપોર્ટ પર કેનેડાના વિઝાના સ્ટીકરો માર્યા હતા જે અંગે પૂછતા તેઓ ઈમિગ્રેશનનું કામકાજ કરતા હોવાનું અને પાસપોર્ટ ઉપર મારેલા વિઝાના સ્ટીકરો નકલી હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતાં મકસુદ અહેમદે કેનેડાના વિઝાના બનાવટી સ્ટીકરો મૂળ બિહારના અને હાલ દિલ્હી ખાતે રહેતા ધર્મેશકુમાર ચિતરંજન પરવત અને અન્ય એક મોબાઇલ ધારક પાસે બનાવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ બંને શખ્સોને વિદ્યાનગર પોલીસના હવાલે કર્યા હતા.

વિદ્યાનગર પોલીસે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કોને કોને ઠગ્યા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન કેનેડાના વિઝાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી અંગેનું રેકેટ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે.

બંને શખ્સો પાસેથી કયા નામના પાસપોર્ટ મળી આવ્યા

મનિષાબેન કેતનભાઇ પટેલ- ખેડા, પાર્થ કુમાર પટેલ- નાના કલોદરા ખંભાત, ગાયત્રીબેન નિલેશભાઈ પટેલ- આણંદ, કેતનભાઇ ભરતભાઈ પટેલ- નાયકા ખેડા, પ્રિન્સ કેતનભાઇ પટેલ- નાયકા ખેડા, નિલેશભાઈ વિનુભાઈ પટેલ- આણંદ અને મિષ્ટી કેતનભાઇ પટેલ- નાયકા ખેડાના નામના પાસપોર્ટ મળી આવ્યા હતા.

Related News

Icon