
આણંદ RTO ઓફિસની બહારથી જ મસમોટું કૌભાંડ ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આણંદ SOG દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી કરી RTOની કામગીરીને પડકારતા એજન્ટોની અટકાયત કરવામાં આવી.
આણંદ RTO ઓફિસની બહારથી કૌભાંડ ઝડપાયું
આણંદ RTO ઓફીસ બહારથી એજન્ટો દ્વારા ચાલવવામાં આવતું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એજન્ટો દ્વારા RTOની કામગીરીને પડકરતા એજન્ટોની આણંદ SOG દ્વારા અટકાયત કરવામાં આવી. એજન્ટો દ્વારા ગરજાઉં લોકો પાસેથી રૂપિયા ખંખેરવાના સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
એજન્ટો બોગસ ફિટનેસ સર્ટિફિકેટ બનાવી આપતા
રિન્યુઅલ લાઈસન્સ માટે બોગસ ફિટનેસ સર્ટિફિકેટ એજન્ટો દ્વારા બનાવી આપવામાં આવતું હતું. પોલીસે RTO કચેરીની બહારથી આ કૌભાંડમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. હવે કોની મિલીભગતથી આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું તે એક મોટો સવાલ ઊભો થયો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.