
Anand news: આણંદ જિલ્લાના અમૂલ ડેરીમાં આગામી દિવસોમાં યોજાનારી મહત્ત્વની ચૂંટણીમાં 12 બેઠકોને લઈ રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ અંગે ત્રિપાંખિયા જંગના એંધાણ થવાની શક્યતા છે. અમૂલની ચૂંટણીમાં મતદાન માટે 12 તાલુકાની 1258 જેટલી મંડળીના ઠરાવ રજૂ થયા છે.
દેશની મહત્ત્ની અને મોટી દૂધની ડેરી આણંદની અમૂલ ડેરીમાં આગામી જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં અમૂલ નિયામંક મંડળની 12 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેથી આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સમર્પિત પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. શનિવારે મતદાન માટેનો ઠરાવ કરવાનો છેલ્લો દિવસ હતો જેને લઇ સહકારી આગેવાનો છેલ્લી ઘડીએ દોડાદોડ કરતાં જોવા મળ્યા હતા. અમૂલની ચૂંટણીમાં મતદાન માટે 12 તાલુકાની 1258 જેટલી મંડળીના ઠરાવ રજૂ થયા છે. આ ઠરાવ કામગીરી પૂર્ણ થયા બાદ ચકાસણી કરી માપદંડ આધારે મતદાર યાદી તૈયાર કરવામાં આવશે. જો કે, આ ચૂંટણીમાં ભાજપના બે જૂથને લઈને ત્રિપાંખિયા જંગના એંધાણની શક્યતા છે.