
રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. આણંદ જિલ્લામાં વાસદ-બગોદરા સિક્સ લેન હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતા. આંકલાવના કંથારીયા ગામ પાસે પૂરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતાં બે યુવકોના મોત નિપજ્યા છે.
કારે બાઇકને હડફેટે લેતાં બે યુવકોના મોત
મૃતકોના નામ વીનુ વાઘેલા અને સુનિલ વાઘેલા છે, જેઓ મૂળ ભાવનગરના રહેવાસી હતા અને બોરસદમાં મજૂરીકામ કરતા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બંને યુવકો વાસદમાં મિત્રના ઘરે બાબરી પ્રસંગે જઇ રહ્યા હતા.
કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકીને ફરાર
અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો. આંકલાવ પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે.