
Anand news: આણંદ જિલ્લાના નડિયાદ શહેરમાં લવજેહાદના કુખ્યાત આરોપી માસૂમ મહિડા સામે વધુ એક લવજેહાદનો કેસ નોંધાયો છે. હિંદુ મહિલા સાથે છેડતી કરવા અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેને પગલે આરોપી માસૂમ મહિડાનું મહિલા પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં કુખ્યાત આરોપી અને લવજેહાદના કેસ નોંધાયો હતો. હિંદુ મહિલાની છેડતી, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી, મહિલાના પતિ પર ગાડી ચઢાવી તેમજ બાળકો પર એસિડ છાંટી મારી નાખવાની ધમકી બદલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે લવજેહાદના આરોપીને નડિઆદ વલ્લભનગરથી તેના ઘર અને ફાર્મ હાઉસ ખાતે સરઘસ કાઢી લઈ જવાયો હતો. આ અગાઉ વર્ષ- 2015 -16મા હિંદુ છોકરીને લવજેહાદ અંતર્ગત ફસાવવા બદલ કોર્ટમા કેસ ચાલુ છે. એક મહિના અગાઉ તેના ઘરેથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ ઝડપાયુ હતું. જેથી MGVCL દ્વારા રૂ.2- લાખ 87 હજારનો દંડ પણ ફટકારવામા આવ્યો હતો. આજદિન સુધી કુખ્યાત બુટલેગરે નથી ભર્યો દંડ અને વીજળીનો કરી રહ્યો છે બેરોકટોક વપરાશ કરી રહ્યો હતો.