Home / Gujarat / Anand : Bank employee steals 60 tolas of gold and lakhs of rupees in cash from locker

આણંદ: લોકરમાંથી 60 તોલા સોનું અને લાખોની રોકડ ચોરનાર બેન્કનો જ પટાવાળો નિકળ્યો, જાણો શું છે સમગ્ર મામલો

આણંદ: લોકરમાંથી 60 તોલા સોનું અને લાખોની રોકડ ચોરનાર બેન્કનો જ પટાવાળો નિકળ્યો, જાણો શું છે સમગ્ર મામલો

આણંદના ચિખોદરા ગામની બેંક ઓફ બરોડાના લોકમાંથી ૬૦ તોલા સોનાના દાગીને અને ૧૦ લાખની રોકડની ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસે આ ઘટના મામલે બેંકના પટાવાળા પણ શંકા વ્યક્ત કરી હતી. પોલીસે ગુનો નોંધીને LCBને તપાસ સોંપી હતી અને પટાવાળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેન્કના પટાવાળાએ જ લોકરમાંથી કરી હતી ચોરી

આણંદના વઘાસી ગામના સુભાષ કાંતિભાઇ પટેલે ચિખોદરાની બેંક ઓફ બરોડામાં પોતાની પત્નીના નામનું સંયુક્ત લોકર ખોલાવ્યું હતું. તા. ૭મી ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ તેમણે લોકર ખોલ્યૂ હતું અને તે વખતે બેંકના પટાવાળા વિપુલ વિનુ કેસરિયા લોકરની ચાલી લઇને આવ્યો હતો. બાદ સુભાષભાઇએ લોકરનો ઉપયોગ કરી તેને બંધ કરી રજિસ્ટરમાં નોધ કરી હતી. 

 ૬૦ તોલા સોનાના દાગીના અને દસ લાખ રોકડ રૂપિયા હતા ગાયબ

૧૮મી સપ્ટેમ્બરના રોજ સુભાષબાઇ પુત્ર સાથે બેંકમાં ગયા હતા અને લોકર ખોલતા ૬૦ તોલા સોનાના દાગીના અને દસ લાખ રોકડ રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળતા હેબતાઇ ગયા હતા. જોકે, લોકરમાંથી માત્ર ઘડિયાળ સોનાની બુટ્ટી, ચાંદીના સિક્કા અને ઝુમ્મર મળ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની જાણ બ્રાન્ચ મેનેજરને કરી હતી. એક ચાવી ખાતેદાર અને એક ચાવી બેંક પાસે રહે છે.

સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

બેંકના કોઇ કર્મચારીએ આ કરતૂત કર્યું હોવાની આશંકા વ્યકત કરાઇ હતી.આરોપી વિપુલ કેસરીયાએ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં આગોતરી જામીન અરજી કરી હતી અને સુપ્રિમ કોર્ટે બ સપ્તાહમાં આરોપીને સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. છેલ્લે લોકર ખોલનાર પટાવાળા વિપુલ કેસરીયા ( રહે,ગણેશ ચોકડી, આણંદ)ની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરતા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

Related News

Icon